મુન્દ્રા: માંડવી દરિયામાં ડૂબતા મુન્દ્રાના બે યુવાનોને પાંચ સ્થાનિકોએ બચાવ્યા
Mundra, Kutch | Jul 12, 2026 માંડવીના દરિયામાં મુન્દ્રાના બે યુવાનો ડૂબી રહ્યા હોવાની જાણ થતાં ટ્યુબવાળા ધંધાદારી વાઘેર સમાજના પાંચ સ્થાનિકો તાત્કાલિક બચાવ માટે દરિયામાં ઉતર્યા હતા. ભારે જહેમત બાદ બંને યુવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ઘટનાસ્થળે થોડા સમય માટે દિલધડક દૃશ્યો સર્જાયા હતા. સ્થાનિકોની સમયસરની બહાદુરીથી બંને યુવાનોનો જીવ બચી ગયો.