સીદસર વરતેજ રોડ પરથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ટ્રાવેલ્સની બસમાંથી ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | May 13, 2026
ભાવનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે સીદસર ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા 8 પાર્સલમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 63 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ બસના બે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં દારૂનો જથ્થો મુંબઈ કાશમીરા ખાતેથી ઇનોવા કાર મારફતે મોકલાયો હોવાનું અને જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.