સોનાની બંગડી લૂંટવા માટે વૃદ્ધા પર કર્યો હુમલો
માંજલપુર વિસ્તારમાં એક ૮૧ વર્ષીય વૃદ્ધા સાથે લૂંટની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. લાલબાગ બ્રિજ પાસે આવેલી જગન્નાથપુરમ સોસાયટીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી મહિલાએ એક દિવસ અગાઉ જ વૃદ્ધાની નજર ચૂકવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનના ઉપરના માળે રાત વિતાવી હતી. ત્યારબાદ વહેલી સવારે આશરે ૫:૦૦ વાગ્યાના અરસામાં મહિલાએ ઊંઘતી વૃદ્ધાને નિશાન બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો. વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી ખેંચવાના પ્રયાસ દરમિયાન વૃદ્ધા જાગી જતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આરોપી મહિલાએ નિર્દયતાપૂર્વક એક્યુપ્રેશર સ્ટિક વડે હુમલો કર્યો હતો અને વૃદ્ધાના હાથમાં બચકાં ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બાદ રૂ. ૧.૭૦ લાખની કિંમતની આશરે ૧૨ ગ્રામ વજનની સોનાની બંગડી લૂંટીને મહિલા ફરાર થઈ ગઈ હતી
#factfindernews #manjlpurpolice #vadodara #goldtheft #arrested