રાજકોટ: 'નમો કે નામ રક્તદાન' કાર્યક્રમ હેઠળ વિરાણી હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, હજારો રક્તદાતાઓએ રક્તદાન કરી સહયોગ આપ્યો
Rajkot, Rajkot | Sep 16, 2025 આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 400થી વધુ જગ્યાએ રક્તદાન કેમ્પ યોજાયા છે. જે અંતર્ગત,આજરોજ વિરાણી હાઇસ્કુલ ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં અનેક રક્ત દાતાઓએ રક્તદાન કરી આ ભગીરથ સેવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો.