ગોધરા: ગોધરાની નવરચના સ્કૂલ પાછળ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
ગોધરા શહેરમાં નવરચના સ્કૂલ પાછળ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી ઝહીરખાન પટેલ, જીતેન પ્રજાપતિ અને રસીદ મલેકને પકડી પાડ્યા. આરોપીઓ પાસેથી સ્લિપબુક, કાર્બન પેપર, બોલપેન તથા રૂ. ૧૯૫૦ રોકડ જપ્ત કરાયું. તેઓ આંકડા લખી નસીબ આધારિત જુગાર રમતા હોવાનું સામે આવ્યું. પોલીસે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.