શહેરા-૨ સબ ડિવિઝનના પાનમ-૨, ખાટકપુર, ખોજલવાસા, કોઠા અને બોરીયા ફીડરમાં આવતા હાસાપુર, પાલીખંડા, બોરિયા, નાડા, નાંદરવા, છોગાળા અને સદનપુર જેવા વિવિધ ગામોમાં એમજીવીસીએલની કુલ ૨૧ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત રીતે કુલ ૬૨૧ જેટલા વીજ કનેક્શનોમાં વીજ ચેકિંગ હાથ ધરી ૮૩ જેટલા વીજ કનેક્શનમાં રૂપિયા ૧૨.૩૧ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.