ગોધરા: પંચમહાલ એલસીબીએ ખેડા જિલ્લાના પાસા વોરંટના નાસતા-ફરતા આરોપીને ગોધરાના સાતપુલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
પંચમહાલ એલ.સી.બી.ને મોટી સફળતા મળતા ખેડા જિલ્લાના પાસા વોરંટના ફરાર આરોપી તાહીર સીરાજ અબ્દુલ ગફાર બોકડાને ગોધરામાંથી ઝડપી પાડ્યો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સાતપૂલ વિસ્તારમાં ખાનગી વોચ ગોઠવી કાર્યવાહી કરી. આરોપી અક્સા મસ્જિદ સામેના રહેઠાણ વિસ્તારમાંથી પકડાયો. ત્યારબાદ તેને વધુ કાનૂની કાર્યવાહી માટે ખેડા જિલ્લા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો.