ભાવનગર શહેર: રસાલા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાને મીઠું બહાર રાખી દેવતા રાજકીય અને સમાજિક આગેવાનએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 30, 2026
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ઘઉં, ચોખા, ખાંડ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ રાહત દરે આપવામાં આવે છે. આ સાથે લાભાર્થીઓને વિનામૂલ્યે મીઠું પણ આપવામાં આવે છે. પરંતુ અનેક સ્થળોએ લોકો મીઠું લઈ જતા ન હોવાથી સસ્તા અનાજની દુકાનો પર મીઠાના જથ્થાનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કેટલાક સ્થળોએ દુકાનદારો દ્વારા મીઠાના કોથળા દુકાનની બહાર જ મૂકી દેવામાં આવતા તે ખરાબ થવાની શક્યતા પણ ઉભી થઈ છે.