મણિનગર વિસ્તારમાં અસામાજિક તત્વોની ખુલ્લેઆમ ગુંડાગીરી સામે આવી છે. નાસ્તાની લારી ચલાવતા દ્રષ્ટાંત મોદી અને તેના મિત્ર અભયસિંહ પાસે નાસ્તાના પૈસા માંગતા ઉશ્કેરાયેલા શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે આ તત્વોએ યુવકો પર રિક્ષા ચડાવી જીવ લેવાનો પ્રયાસ કર્યો