ભુજ: કચ્છ યુનિવર્સિટીમાં BBA/MBAની પરીક્ષાનો વિવાદ:એક સરખા પેપરથી એક્ઝામ રદ્દ
Bhuj, Kutch | Oct 14, 2025 કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ક્ષતિઓ અંગે NSUI દ્વારા પરીક્ષા નિયામક સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. BBA અને MBAના એક સરખા પેપરથી એક્ઝામ રદ્દ કરવામાં આવી છે. NSUIએ પેપરમાં થયેલા ગોટાળામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ કુલપતિનું કહેવું છે કે, BBA અને MBA(ઇન્ડીગ્રેટેડ)નો શરૂઆતી ત્રણ વર્ષનો કોર્ષ સમાન હોય છે. આ બન્નેના પેપર અલગ-અલગ સમયે લેવાયા તે ભૂલ થઈ છે. તેથી બપોરના સમયે લેવાયેલી MBAની પરીક્