અંકલેશ્વર: GIDCમાં ખુલ્લી કાંસમાં આખલો ખાબક્યો, ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કે.કે. માર્ટની બાજુમાં આવેલા વરસાદી કાંસમાં એક આખલો ફસાઈ ગયો હતો. અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશન દ્વારા તાત્કાલિક ડ્રેનેજ વિભાગને ચેરમેન કમલેશ ભાઈને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેના પગલે નોટીફાઇડ ફાયર બ્રિગેડના સ્ટાફે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ આખલાને વરસાદી કાંસમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.