બારડોલી: છેલ્લા 24 કલાકમાં 17 mm થી લઈને 106 mm સુધીનો કમોસમી વરસાદ, ખેતરોમાં પાણી ભરાતા પાકોને નુકશાન સુગર ફેક્ટરીઓ વિલંબમાં
Bardoli, Surat | Oct 28, 2025 સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ બારડોલીમાં 106 mm અને સૌથી ઓછો માંડવીમાં 14 mm વરસાદ નોંધાયો હતો દિવસ દરમિયાન આકાશ કાળા ભમર વાદળોથી છવાયેલું રહ્યું હતું. જેની અસર ખેડૂતોના પાકને તેમજ સુગર ફેક્ટરી શરૂ થવાની તૈયારીમાં હતી જે લંબાતા શેરડી કાપવા આવેલા ખેત મજૂરો અટવાયા હતા. છેલ્લા 24 કલાક દરમ્યાન પલસાણામાં 41 બારડોલીમાં 106 મહુવામાં 56 ,ચોર્યાસીમાં 33 કામરેજમાં 54 માંડવીમાં 14 માંગરોળમાં 17 તથા ઓલપાડમા 46 mm નોંધાયો