તારીખ ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ સવારે સાડા સાત વાગ્યે ભાવનગરના કુમુદવાડી નાકા પાસે મોટરસાયકલ અને સ્કૂલ વાન મેજિક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોટરસાયકલ ચાલક વિશાલ નીતિનભાઈ મકવાણાનું સારવાર દરમિયાન સરટી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય બે મિત્રો વૈભવ અને જયદીપને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બોરતળાવ પોલીસ સ્ટેશનમાં મેજિક ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો નોં