તળાજા: ધારાસભ્યની મુલાકાત બાદ આમળા ગઢુલા રોડ 24 કલાકમાં શરૂ
ભાવનગર શહેરમાં 4 ઇંચ વરસાદ બાદ તળાજા પંથકમાં ભારે વરસાદને કારણે આમળા–ગઢુલા રોડ પર આવેલા નાળા પાસે ધોવાણ થતાં તળાજા–ગોપનાથ વાયા ખંઢેરા માર્ગ તૂટી જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. રોડ બંધ થતાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને સ્થાનિક આગેવાનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું