બોટાદ શહેર: બોટાદના ઢાંકણીયા રોડ પર તંત્રનું ડિમોલિશન: 7 થી વધુ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા
Botad City, Botad | Oct 21, 2026
બોટાદના ઢાંકણીયા રોડ પર ITI સામે માર્ગ અને મકાન વિભાગે દબાણ હટાવવાની કામગીરી કરી છે. 12 મીટર સુધીના 7 થી વધુ કાચા-પાકા દબાણો જેસીબી દ્વારા દૂર કરાયા. અગાઉ ત્રણ વાર નોટિસ આપ્યા છતાં દબાણ ન હટાવતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી.