કડી: નાનીકડી ગામ પાસે આવેલ આશીર્વાદ સોસાયટીના મકાનમાંથી 3 લાખ નાં શંકાસ્પદ ઘી નાં જથ્થા સાથે SOG પોલીસે 1 ની ધરપકડ કરી
Kadi, Mahesana | Sep 22, 2025 આજથી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે.તેમજ દિવાળીનો તહેવાર પણ આવના ભેળસેળીયા વેપારીઓ લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા હોય છે.ત્યારે આવા ઈસમો સામે SOG પોલીસે પણ લાલ આંખ કરી છે.SOG પોલીસે ખાનગી બાતમીને આધારે નાનીકડી વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીના મકાન નંબર 50 માં થી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.રેડ કરી રણછોડભાઈ મણીલાલ પટેલ ની અટકાયત કરી હતી.સ્થળ પર તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડના 880 ઘી નાં પાઉચ પાઉચ અને 3 નંગ ડબ્બા મળી આવ્યા છે.