અમદાવાદ શહેર: અમદાવાદ રિવરફ્રન્ટ પર આગની ઘટના, ગાંધીબ્રિજ નીચે બોટ બળીને ખાખ
આજે ગુરુવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રિવરફ્રન્ટ પર આગનો બનાવ સામે આવ્યો છે. ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ કિનારે પાર્ક કરીને રાખેલી એક બોટમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.