તારાપુર: તારાપુર બગોદરા હાઇવે પર 307 કરોડના ખર્ચે 6 માર્ગીય ઓવરબ્રીજ બનશે
Tarapur, Anand | Jul 27, 2026 તારાપુર શહેર થી પસાર થતા તારાપુર-બગોદરા હાઈવે પર અંદાજીત “રૂ.307(ત્રણસો સાત)કરોડ” ના ખર્ચે તારાપુર મોટી ચોકડી પર 1 કિ.મી લંબાઈ ધરાવતા 6(છ) માર્ગીય ઓવરબ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવા આવી છે.1 કી.મી લંબાઈ ધરાવતો આ ઓવરબ્રિજ બનવાથી સ્થાનિક તેમજ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે,સાથે ઓવરબ્રિજની નીચેના ભાગે બંન્ને બાજુ 6(છ) માર્ગીય સર્વિસ રોડ બનાવવામાં આવશે.