ઝઘડાની જૂની અદાવતમાં ઉધનામાં યુવકના પિતાની હત્યા કેસમાં પોલીસે દીપક ઉર્ફે કરણ ગણેશ વાધ,યોગેશ ઉર્ફે નરેશ સંજય નગરાડે,વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાધ સહિત બે સગીર વયના આરોપીઓને ઝડપી પાડ્યા છે.આરોપીઓ નો વિક્કી ઉર્ફે લક્કી જોડે ઝઘડાની જૂની અદાવત ચાલી આવી હતી.શનિવારે વિક્કી ને આરોપીઓ મારવા દોડ્યા હતા.જે વેળાએ વિક્કી ના પિતા પૂછવા જતા હુમલો કર્યો હતો.જે હુમલામાં ધનરાજ ટાયડે નું મોત થયું હતું.બે વર્ષ અગાઉ વિક્કી અને તેના સાથીમિત્રોએ સામેપક્ષ હુમલો કર્યો હતો.