બારડોલી: ફટાકડાની દુકાનમાં આગની તકેદારી રાખવા માટેનો બારડોલી અને મહુવા તાલુકાનો સેમિનાર ટાઉન હોલમાં યોજાયો
Bardoli, Surat | Sep 19, 2025 બારડોલી અને મહુવા તાલુકાના ફટાકડા વેપારીઓ માટે ફાયર સેફટી સેમિનાર બારડોલી પાલિકાના ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારી જીગ્નાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયો. ડિસ્ટ્રિક્ટ ચીફ ફાયર ઓફિસર પી. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ બારડોલી ફાયર ટીમે આગ લાગવાની સ્થિતિમાં શું કરવું તેની માહિતી આપી. સેમિનારમાં દુકાનનું માપ, આવનજાવનનો માર્ગ, આપત્કાલીન સાધનો અને ફાયર સાધનોની જરૂરિયાત અંગે સમજ આપવામાં આવી. ફાયર ટીમે પ્રેક્ટિકલ નિદર્શન પણ કર્યું.