ઊંઝા: ગાંધી જયંતી પર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓનું સ્વચ્છતા અભિયાન
ગાંધી જયંતી નિમિત્તે ઊંઝા એસટી બસ ડેપોમાં શ્રી જી.મ. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ સ્વચ્છતા અભિયાન યોજ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત ભારત અને કચરાના યોગ્ય નિકાલ માટે મુસાફરોને જાગૃત કરાયા હતા. ધારાસભ્યએ પણ ખાદી ખરીદીને દિવસની ઉજવણી કરી હતી.