રાજકોટ: 150ફૂટ રીંગ રોડ પર શીતલપાર્ક પાસે આવેલા આરકે વર્લ્ડ ટાવરમાં અચાનક આગ ભભૂકી, ફાયર કાફલો ઘટનાસ્થળે, સદનસીબે જાનહાની અટકી
Rajkot, Rajkot | Oct 21, 2025 ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે આવેલ આર.કે વર્લ્ડ ટાવરમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રહેવાસીઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. બનાવને પગલે ફાયર બ્રિગેડ સ્ટાફે તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ બુઝાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.