સીંગવડ: જાલીયાપાડા-સરજુમી ખાતે 5 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ
Singvad, Dahod | Oct 21, 2026 સીંગવડ તાલુકાના જાલીયાપાડા-સરજુમી ખાતે ફોફણ નિશાળ ફળિયા રોડ પર 5 કરોડના ખર્ચે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું. સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું, જેનાથી સ્થાનિક ગ્રામજનોને મુખ્ય માર્ગ સાથે સીધું જોડાણ મળશે.