અમદાવાદ શહેર: અમદાવાદમાં હત્યાના બનાવો વધ્યા, કૉંફરેન્સમાં કમિશનરે ગુનાખોરીનો ડેટા જાહેર કર્યો, હત્યાનો ડેટા જાહેર ન કરતાં સવાલો
અમદાવાદ હત્યા, લૂંટ અને મારામારી જેવા ગુનામાં વધારો થયો. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર પોલીસના અધિકારીઓની મંગળવારે 11.30 કલાકે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ. શહેરમાં છેલ્લા 5 મહિનામાં હત્યાના 50 બનાવ બન્યા છે છતાં પોલીસ કમિશનરનું કહેવું છે કે ક્રાઈમ કંટ્રોલમાં છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ગુનાખોરીનો ડેટા જાહેર કર્યો, પરંતુ હત્યાનો ડેટા જાહેર ન કર્યો