ગોધરા: પંચમહાલ જિલ્લા પંચાયત માટે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારો જાહેર કર્યા, આવતીકાલે સામાન્ય સભામાં લાગશે આખરી મહોર
પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ નેતૃત્વના મેન્ડેટ મુજબ વેજલપુર બેઠકના નિરજ પટેલને પ્રમુખ, હાલોલની તરખંડા બેઠકના મહેન્દ્રસિંહ ચાવડાને ઉપપ્રમુખ અને શહેરાની બોરિયા બેઠકના મગન પટેલીયને કારોબારી અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી ચૂંટણી ઔપચારિક બની રહી છે. તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી દીધા છે. આવતીકાલ