ગોધરા: પંચમહાલ એસઓજી પોલીસની મોટી કાર્યવાહી: ઘોઘંબાના ગુણેસીયા ગામેથી ₹૪.૫૨ લાખના લીલા ગાંજાના છોડ સાથે એક આરોપી ઝડપાયો
પંચમહાલ SOG પોલીસે નાર્કોટીક્સના દૂષણને નેસ્તનાબૂદ કરવાના અભિયાન હેઠળ ઘોઘંબા તાલુકાના ગુણેસીયા ગામે મોટી કાર્યવાહી કરી છે. દામાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મંગાભાઈ શનાભાઈ નાયકના કબ્જાની જમીનમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન ત્યાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા લીલા ગાંજાના ૧૬ નંગ છોડ મળી આવ્યા હતા. પોલીસે ₹૪,૫૨,૫૦૦ ની અંદાજિત કિંમતનો ૯.૦૫૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે આરોપી મંગાભાઈ નાય