ગોધરા: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોધરા રેલવે સ્ટેશન ખાતે તમામ આધુનિક અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બીજા પ્રવેશદ્વારનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ નવા પ્રવેશદ્વારથી સ્થાનિક નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી રહેશે ગોધરા રેલવે સ્ટેશન હવે વધુ હાઇટેક અને સુવિધાજનક બન્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતાને ધ્યાનમાં રાખીને નવનિર્મિત બીજા પ્રવેશ ભવન ખુલ્લું મૂકવા