વાપીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારને નવા મકાનની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાપીમાં જરૂરિયાતમંદ પરિવાર માટે સેવાકીય પહેલ કરવામાં આવી હતી. વાપી નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦માં ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ઘરવિહોણા પરિવારને નવું મકાન બનાવી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વાપી નગરપાલિકાના ભાજપના માજી કોર્પોરેટર દિલીપ યાદવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જરૂરિયાતમંદ પરિવારને પોતાના ખર્ચે મકાન બનાવી આપવાની પહેલ કરવામાં આવી હતી.#vapi #kanubhaidesai #vapisaher #narendramodi #valsad
Vapi, Valsad | Sep 18, 2026