બારડોલી: બારડોલી રામજી મંદિર ખાતે ૭૧ વર્ષ ની પરંપરા સાથે ભગવાન વિષ્ણુ ના તુલસી માતા સાથે વિવાહના પ્રસંગ રંગેચંગે ઉજવાયો
Bardoli, Surat | Nov 1, 2025 દીપાવલી ના તહેવાર બાદ આવતી કારતક માસ ની શુક્લ પક્ષની એકાદશી ના દિવસને દેવ ઊઠી એકાદશી તરીકે ઉજવાય છે. આજના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાં થી જાગી સમગ્ર સૃષ્ટિ ના પાલન ની કાર્યભાર સંભાળે છે મુજબ ની માન્યતા જોવા મળે છે. આ દિવસે તુલસી વિવાહ નું માહાત્મ્ય દર્શાવાયું છે. આજના દિવસ નો મહિમા, ઉમંગ, ઉત્સાહ અને ધર્મભાવના સાથે ઉજવતા બારડોલી ના રામજી મંદિર ખાતે ગત ૭૧ વર્ષ ની પરંપરા સાથે તુલસી વિવાહ ઉજવાયા હતા.