અંજાર નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે પબ્લિક પાર્ક સામે આવેલ તેમની પ્રતિમા મધ્યે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના રાજ્યમંત્રી ત્રીકમભાઈ બી. છાંગાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણીના અધ્યક્ષ સ્થાને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.