અમદાવાદ શહેર: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર અકસ્માતમાં સગીરનું મોત, જાહેરમાં ફટાકડા ફોડતા દરમિયાન પોલીસને જોતા તે ભાગ્યો ને અક્સ્માત નડ્યો
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર અકસ્માતમાં સગીરનું મોત થયુ છે. જાહેરમાં ફટાકડા ફોડતા દરમિયાન પોલીસને જોતા તે ભાગ્યો... જેથી તેને અકસ્માત નડ્યો અને 15 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું. પોલીસની ડરથી ભાગતા સમય ઘટના બન્યાનો આરોપ છે. પોલીસકર્મીનો વીડિયો પણ મંગળવારે 12. 40 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મૃતકની ઓળખ 15 વર્ષીય ક્રિશ પરમાર તરીકે થઈ.