અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત ગોકુલધામ રેસિડેન્સીમાં નશાની હાલતમાં પતિએ પત્નીને શારીરિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ
મૂળ ઓરિસ્સા અને હાલ અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતા અનુજારાણી બેહૂરાને લગ્ન જીવન દરમિયાન પતિ પ્રતાપકેસરી બેહૂરા અવારનવાર શારીરિક ત્રાસ આપી મારઝૂડ કરે છે.ગત તારીખ-31મી ઓકટોબરના રોજ પતિએ નશાની હાલતમાં પત્ની સાથે ઝઘડો કરી ધારીયાના હાથા વડે હાથ અને પગમાં મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પત્નીએ પતિ વિરૂદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.