ગોધરા: સોનીવાડમાં શૌર્ય અને આસ્થાનો સંગમ: વર્ષો જૂની 'ધ્વજા લૂંટવાની' પરંપરા યોજાઈ.
પંચમહાલનું મુખ્ય મથક ગોધરા પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતું છે. આજે ગોધરાના હાર્દ સમાન સોનીવાડ ચોકમાં વર્ષો જૂની એક અનોખી પરંપરા જોવા મળી. જ્યાં આસ્થા અને સાહસના સંગમ સાથે 'ધ્વજા લૂંટ'નો કાર્યક્રમ યોજાયો હતો. અહીં વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે, જેમાં ઊંચાઈ પર બાંધેલી ધ્વજાને લૂંટવા માટે યુવાનોમાં ભારે હોડ જામે છે.આ પરંપરા માત્ર એક રમત નથી, પણ ગોધરાની એકતા અને શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે.