ગોધરા: ગોધરા મેડ સર્કલ પાસે ધારદાર કટર સાથે એક શખ્સ ઝડપાયો, જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
ગોધરાના મેડ સર્કલ પાસે ચોકી નંબર ૭ નજીક ધારદાર હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા મોહસીન જીયાઉદ્દીન ટપલા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી એક ધારદાર બ્લેડવાળું કટર મળી આવ્યું હતું.જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી જાહેર જગ્યા પર કટર રાખવા બદલ આ શખ્સ વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.