ભાવનગર શહેરમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના પ્રારંભ સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વિદ્યાનગર સહિતના કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને પુષ્પ આપી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.