લીંબડી: લીંબડી હાઇવે પર કટારીયા ટોલ ગેટ નજીક બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત 10 વ્યક્તિ ઘવાયા એક મહિલા નુ મોત નીપજ્યું
11 નવેમ્બર સાંજે 5:30 કલાકે બોલેરો પીકઅપ વાન ને લીંબડી હાઇવે પર કટારીયા ગામ નજીક ટોલગેટ પાસે અકસ્માત સર્જાયો હતો આગળ જતી કાર સાથે અથડાતા કારમાં સવાર 10 લોકો ને ઇજાઓ પહોંચી હતી જ્યારે એક મહિલા ને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જેઓનુ અંતરિયાળ મોત નીપજ્યું હતું અન્ય તમામ ઇજાગ્રસ્તો ને સારવારમાં માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.