રાજકોટ: રાજકોટ મોરબી હાઇવે પર ટ્રક ચાલકે કાર ચાલકને હડફેટે લેતા કારચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, પોલીસ કાફલો ઘટના સ્થળે
Rajkot, Rajkot | Oct 7, 2025 આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ રાજકોટ મોરબી હાઇવે પર એક ટ્રક ચાલકે કાર ચાલકને હડફેટે લેતા કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.