ખંભાત: ગાયત્રીનગર રોડ પર આઇશરે 70 વર્ષીય વૃદ્ધાને ટક્કર મારી પગ કચડી નાખતાં હાલત ગંભીર, ચાલક આઇશર મૂકી ફરાર થયો.
Khambhat, Anand | Sep 24, 2025 ખંભાતના ગાયત્રીનગર રોડ પર મોહનપુરા જવાનાં નાકા પર 70 વર્ષીય વૃદ્ધા જેબરબેનને આઇશરે પાછળથી ટક્કર મારી નીચે પાડી દીધા હતા અને ડાબા પગ ઉપર ટાયર ફેરવી દેતા વૃદ્ધાની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે.જો કે આઇશરે વૃદ્ધાને ટક્કર મારી પગ કચડી નાખ્યાં બાદ આઇશરને મૂકી ફરાર થઈ ગયો હતો.ફરિયાદીની ફરિયાદને આધારે ખંભાત શહેર પોલીસે આઇશર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.