ગોધરા: ભુરાવાવ વિસ્તારમાં ચાલુ કારમાં લાગી ભીષણ આગ,જોતજોતામાં કાર બળીને ખાખ, સમયસૂચકતાને પગલે કાર ચાલકનો આબાદ બચાવ, મોટી જાનહાન
ગોધરા શહેરના વ્યસ્ત ગણાતા ભુરાવાવ વિસ્તારમાં એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં જ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ગોધરાના ભુરાવાવ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલક કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે, આગ લાગતા જ કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત કારની બહાર નીકળી જતા