અંજાર: ધારાસભ્ય સહિત ભાજપ પરિવારે મુખ્ય બજારમાં નાના વેપારીઓ પાસેથી દિવાળીની ખરીદી કરી
Anjar, Kutch | Oct 14, 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ અંજાર ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગાએ સોમવારે સાંજે શહેરની બજારોમાં જઈને નાના ધંધાર્થી પાસે ખરીદી કરીને નાના ધંધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, હરહંમેશ તહેવારોમાં વિવિધ ચીજ વસ્તુ બનાવીને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખતા નાના કારીગરોને મળીને તેમને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.