ગોધરા: પંચમહાલ માં ૧૦ વિશેષ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રસ્તા મરામતની કામગીરી
પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં થયેલા સાર્વત્રિક અને ભારે વરસાદને પગલે નાગરિકો તેમજ વાહનચાલકોની સલામતી અને સુવિધાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી માર્ગ અને મકાન વિભાગ, ગોધરા દ્વારા વિવિધ તાલુકાઓના મુખ્ય માર્ગો પર પડેલા ખાડા પુરવા તથા રસ્તા મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓને જોડતા મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર ઝડપથી, સરળતાથી અને સુરક્ષિત રીતે પુનઃ પૂર્વવત થાય તે હેતુથી માર્ગ અને મકાન વિભાગની ૧૦ જેટલી વિશેષ ટીમો સતત કાર્