ભુજ: ભુજ પાલિકા ચૂંટણી બાદ ભાજપમાં અસંતોષ, માંજોઠી પિતા-પુત્ર સામે આક્ષેપો
Bhuj, Kutch | May 9, 2026 ભુજ પાલિકાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. હારેલા ઉમેદવારોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે. પિતા-પુત્ર ઇસ્માઇલ માંજોઠી અને હનીફ માંજોઠી પર કોંગ્રેસ અને AIMIMને મદદ કરવાનો આક્ષેપ કરાયો છે. વોર્ડ નંબર 1, 2, 3 અને 5માં ભાજપની પેનલ હાર્યા બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.