ભાવનગર શહેર: LCB ટીમે મોખડકા ગામે ભાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા, કચેરી ખાતેથી માહિતી અપાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 14, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોકલતા ગામે વાડી વિસ્તારમાંથી હથિયારનો સોદો કરવા એકઠા થયેલા ત્રણ શખ્સોને પોલીસે હથિયાર સાથે ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.