રાજુલા: રાજુલા પોલીસ દ્વારા ધાતરવાડી નદીમાંથી મોટર ચોરી કરનાર આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ
Rajula, Amreli | Nov 11, 2025 રાજુલા પોલીસ સ્ટેશન હદના હિંડોરણા ગામની ધાતરવાડી નદીમાંથી પાંચ મોટરની ચોરીની ઘટના સામે આવી હતી. ઘટના બાદ રાજુલા પોલીસે હ્યુમન સોર્સ અને ગુપ્ત માહિતીના આધારે ચુસ્ત કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં જ આરોપી છગન બાંભણિયા ને ઝડપી લીધો. પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરાયેલી મોટરો કબજે લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમયસરની તાત્કાલિક કામગીરીથી રાજુલા પોલીસએ ફરી એકવાર ઝડપી તપાસ અને કાર્યક્ષમતા દર્શાવી છે.