વિસનગર તાલુકાના કુવાસણા ગામે અજાણ્યા શખ્સોએ બંધ મકાનના મુખ્ય દરવાજાના નકૂચાની કડી તોડી અંદર પ્રવેશ કરી તિજોરીના લોકરમાંથી સોના ચાંદીના સહિત રોકડ તેમજ મંદિરમાં મૂકેલ ચાંદીના સિક્કા મળી કુલ રૂ. 1.96 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.