ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસે મરિયમ મસ્જિદ પાસેથી મોપેડ પર લઈ જવાતો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને બાતમી મળતા મરિયમ મસ્જિદ પાછળના વિસ્તારમાં છાપો માર્યો હતો. ત્યાં ગૌવંશના કતલની આશંકા વચ્ચે કેટલાક ઇસમો માંસનો જથ્થો ખસેડવાની તૈયારીમાં હતા. પોલીસ પહોંચતા એક ઇસમ મોપેડ પર માંસ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો જ્યારે બે અન્ય નાસી છૂટ્યા. પોલીસે મોપેડમાંથી 44 કિલો શંકાસ્પદ માંસ મળી કુલ રૂ. 58,800નો મુદ્દામાલ કબ્જે લીધો. માંસ ગૌમાંસ હોવાની આશંકાએ તેને પરીક્ષણ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.