ગોધરા: પંચમહાલને મળશે આધુનિક હેલ્થ સુવિધા: ચંચોપા ખાતે નિર્માણધીન મેડિકલ કોલેજની ધારાસભ્ય નિમિશાબેન સુથારે લીધી મુલાકાત
પંચમહાલને મળશે આધુનિક હેલ્થ સુવિધા: ચંચોપા ખાતે નિર્માણધીન મેડિકલ કોલેજની ધારાસભ્ય નિમિશાબેન સુથારે લીધી મુલાકાત,પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ચંચોપા ખાતે આકાર લઈ રહેલી ભવ્ય મેડિકલ કોલેજની મોરવા હડફના ધારાસભ્ય નિમિશાબેન સુથારે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કોલેજના ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ'ના સ્વપ