ગોધરા: ગોધરામાં બકરી ઈદ પૂર્વે ગોવંશ હત્યા અને તસ્કરી અટકાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું
ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદના ગો રક્ષા વિભાગે બકરી ઈદ પૂર્વે ગોવંશ હત્યા અને ગેરકાયદેસર તસ્કરી અટકાવવા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. સંગઠને ગોવંશ સંરક્ષણ માટે કડક કાયદાકીય કાર્યવાહી, ફાસ્ટ ટ્રેક કોર્ટ, વિશેષ પોલીસ અધિકારી અને ગો-મંત્રાલયની માંગ કરી હતી. ઉપરાંત ગૌશાળાઓને સહાય, ગૌચર ભૂમિ પરથી દબાણ દૂર કરવું અને શિક્ષણમાં ગોસંરક્ષણ વિષય સામેલ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી