વઢવાણ: ખાણ ખનીજ વિભાગ દ્વારા લીમડી બગોદરા તેમજ ખેરાળી રોડ પરથી ગેર કાયદેસર 11 ડમ્પર ઝડપી રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી તપાસ કરી હતી જેમાં બગોદરા લીમડી હાઇવે રોડ પર તેમજ ખેલાડી રોડ પર વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર પાસ પરમીટ અને રોયલ્ટી વગર બ્લેક ટ્રેપ સિલિકોટ અને સાદી રેતીનું વહન કરતાં 11 ડમ્પરને ઝડપી પાડી તેઓની પાસેથી ત્રણ કરોડ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમ જ વાહન માલિકો પાસેથી ઓનલાઈન રૂ . 20 લાખની વસૂલાત કરવામાં આવી છે