ભુજ: ખાવડામાં આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો સંસદની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયું
Bhuj, Kutch | May 10, 2026 ખાવડા ખાતે આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલ શરૂ થવાથી કચ્છના છેવાડાના વિસ્તારોના લોકોને આરોગ્યલક્ષી સારી અને સુલભ સારવાર મળશે. કાર્યક્રમમાં ખાવડા સહિત આસપાસના ગામોના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.